🔥 TRENDING Yellow Alert Issued for 13 Karnataka D... मुख्यमंत्री योगी आदित्यनाथ ने 1000 से... Uttarakhand: 39,815 Rural Families Rec... Opposition March Causes Central Delhi... Haryana Expands Time-Bound Public Serv... Haryana Broadens Drug‑Free Drive to Sc...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિભાગ અંતર્ગત થતા વિવિધ નિર્માણ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ ચિંતન શિબિર

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 06:17 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિરના શુભારંભ પ્રસંગે વિભાગના સૌ કર્મયોગીઓ સાથે સંવાદ સાધી કામગીરીના વિવિધ પાસાઓ અંગે વિચારો શૅર કર્યા.

કાર્યક્રમ દરમિયાન વિભાગ દ્વારા નાગરિક સુવિધા અને જાહેર સુવિધા સહિતના વિવિધ અગત્યના વિષયો પર તૈયાર કરાયેલ માર્ગદર્શન પુસ્તિકાઓનું વિમોચન કર્યું.

સાથે જ, વિભાગમાં નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓનું વિશેષ સન્માન કર્યું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના માધ્યમથી સાકાર કરવા માટે રાજ્યના રોડ-રસ્તા સહિતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણનું અત્યાધુનિક માળખું ખૂબ જ જરૂરી છે.

વિભાગ અંતર્ગત થતા વિવિધ નિર્માણ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ ચિંતન શિબિરના પ્રારંભે સૌને અનુરોધ કર્યો.

ઉપરાંત, વિભાગની ઓળખ 'ગતિ, ગુણવત્તા અને ગૌરવ' ને વધુ મજબૂત બનાવવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી.

નવી ઊર્જા અને નવા વિચારોના શેરિંગ સાથે આ ચિંતન શિબિર ખૂબ ફળદાયી બની રહે તેવી શુભકામના.
📲Get App