🔥 TRENDING Specialist Shortage in Dhar District H... Congress Leaders' Detention Sparks Str... Alto Car Overturns and Ignites on Nagp... कांग्रेस के सभी बड़े नेता मौजुद रहे हांसपुर: सरपंच पद उम्मीदवार महेश कुमार... सपोटरा में चौथे चरण में होंगे पंचायत च...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦૨૬’**ના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦૨૬’**ના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 03:19 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરા, સ્વસ્થ જીવનનો અમૂલ્ય વારસો...

આજે સિદ્ધપુર શહેરના રાજપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦૨૬’**ના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા

ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ઋષિમુનિઓના અમૂલ્ય જ્ઞાનમાંથી વિકસેલી આયુર્વેદ અને યોગ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ આપણી સમૃદ્ધ વિરાસતનું અભિન્ન અંગ છે. હજારો વર્ષોથી આયુર્વેદ આપણને માત્ર રોગની સારવાર જ નહીં, પરંતુ યોગ્ય આહાર, નિયમિત દિનચર્યા, પ્રાકૃતિક ઉપચાર અને સંતુલિત જીવનશૈલી દ્વારા સ્વસ્થ રહેવાનો માર્ગ દર્શાવે છે. ‘સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ’ના નિર્માણમાં આયુષ ચિકિત્સા પદ્ધતિઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલી દ્વારા રોગપ્રતિકારક શક્તિ જાળવવા, માનસિક શાંતિ પ્રાપ્ત કરવા તથા અનેક જીવનશૈલી સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.

આયુષ મેળા અંતર્ગત આયુષ વિશે જનજાગૃતિ ફેલાવતા માહિતીપ્રદ પોસ્ટર્સનું પ્રદર્શન, ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળે છે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે. ખાસ કરીને શહેરના નાગરિકો સુધી આરોગ્યલક્ષી સેવાઓ અને માહિતી પહોંચાડવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ના નેતૃત્વમાં ભારતની પ્રાચીન આયુષ પરંપરાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના સંવર્ધન, સંશોધન અને પ્રચાર-પ્રસાર થકી આપણી ઐતિહાસિક વિરાસતને આધુનિક આરોગ્ય વ્યવસ્થા સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણો સંકલ્પ છે કે ભારતની આ અમૂલ્ય ચિકિત્સા વિરાસતનું જતન થાય અને તેનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે.

આ સુંદર આયોજન બદલ આયુષ વિભાગ, આયોજકો, તબીબો તથા આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવું છું.

આ કાર્યક્રમમાં શ્રી રણજીતસિંહ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી જસુભાઈ પટેલ, શ્રી દશરથભાઈ પટેલ, ડૉ દિલીપકુમાર નાંઢા, ડૉ વર્ષાબેન પટેલ, શ્રી પરષોત્તમભાઈ પટેલ, રીનાબેન પ્રજાપતિ, નગરપાલિકાના સદસ્યો, ગામના આગેવાનો, સરકારી હોમિયોપેથી કોલેજના અને સરકારી હોસ્પિટલના ડોક્ટર્સશ્રીઓ, મેડિકલ સ્ટાફ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App