Crime
સુરતમાં શેર ટ્રેડિંગમાં છેતરપિંડી: અમદાવાદથી બે ઠગ ઝડપાયા
સાયબર ક્રાઈમ સેલે શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ સુરતના એક રોકાણકારને ૨૭ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.
સુરત શહેરમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. પોલીસે ૨૭,૦૦,૦૦૦/- ની ઓનલાઇન ઠગાઈના ગંભીર ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી બે મુખ્ય સાગરિતો સમીરખાન સબ્બીરખાન પઠાણ (ઉંમર વર્ષ ૩૦) અને મોહમદ જુનેદબાબા અસરફભાઈ શેખ (ઉંમર વર્ષ ૩૧)ને ઝડપી લીધા છે.
સુરતના ફરિયાદીને ટાર્ગેટ બનાવી આ ગુનો આચરનારા બંને આરોપીઓ સામે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS તેમજ IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ રોકાણકારોને શેરબજારમાં ટૂંકા ગાળામાં અનેકગણો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતી હતી અને બાદમાં મોટી રકમની ઠગાઈ કરતી હતી.
પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા રોકાણકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા લોકોને આવી ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.