સેવા પરમો ધર્મઃ’ના સંકલ્પથી ‘વિકસિત ભારત’ સુધીની અવિરત રાષ્ટ્રસાધના
આજે પવિત્ર યાત્રાધામ રૂપાલ ખાતે મા વરદાયિનીના દિવ્ય સાન્નિધ્યમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રૂપાલ ગામ ખાતે આયોજિત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ માં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરજી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી (બકાજી) ઠાકોર, મામલતદાર શ્રી , ક્લેક્ટર શ્રી અને સરપંચ રૂપાલ ભરતભાઈ ચાવડા તથા આજુબાજુ ના સરપંચો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા અને મા વરદાયિનીના દર્શન કરી ધન્યતા અનુભવી.
આ ૨૫ વર્ષની યાત્રા માત્ર સમયનો આંકડો નથી, પરંતુ ‘સેવા પરમો ધર્મઃ’ના સંકલ્પથી ‘વિકસિત ભારત’ સુધીની અવિરત રાષ્ટ્રસાધના છે. મા વરદાયિની સૌનું કલ્યાણ કરે અને રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પને બળ આપે એવી પ્રાર્થના. 🚩