🔥 TRENDING સુરતમાં નાગરિકે જન્મદિવસની અનોખી રીતે... विकलांग दम्पति से 1.84 लाख की धोखाधड़ी... અમરેલી: યુવક પર ડોક પકડી માર માર્યા બા... पुलिस अधीक्षक डॉ. संजय कुमार अग्रवाल क... મહેમદાવાદ પાસેથી પસાર થતી વાત્રક નદીના... અમરેલી: નાના ગોખરવાળા ગામે આરોગ્ય કેમ્...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વાડીના શેઢે વીજ પોલ નાખવાની ના પાડતાં યુવકને માર માર્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Oct 2026, 11:18 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા નજીક કોટડાપીઠા ગામની સીમમાં વાડીના શેઢે પવનચક્કીના વીજ પોલ નાખવાની ના પાડતાં એક યુવકને ગાળો આપી જમીન પર ઢસડીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ માર માર્યો હતો અને વાહનનું નુકસાન કર્યું હતું.

બાબરાના કોટડાપીઠા ગામની સીમમાં વાડીના શેઢે પવનચક્કીના વીજ પોલના થાંભલા નાખવાની ના પાડતાં એક યુવકને ગાળો આપી જમીન પર ઢસડીને માર મારવામાં આવ્યો હતો. આ અંગે સામતભાઈ બધાભાઈ ડાફડા (ઉ.વ. ૩૮) એ વિનુભાઈ રૂપાભાઈ ઝાપડીયા, યોગેશભાઈ વિહાભાઈ ડેર, પશુભાઈ રામભાઈ બસીયા, રશુભાઈ આહીર, ભવનભાઈ સોરીયા અને પશુભાઈ કોહીવાળા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, સામતભાઈ પ્રવિણભાઈ ગજેરાની વાડીએ ખેત મજૂરીનું કામ કરતા હતા ત્યારે ઉપરોક્ત તમામ આરોપીઓ પ્રવિણભાઈ જાદવભાઈ ગજેરાની વાડીના શેઢે મંજૂરી વગર પવનચક્કીના વીજ પોલ નાખી રહ્યા હતા. જ્યારે પ્રવિણભાઈએ આ અંગે ના પાડતાં ઉશ્કેરાયેલા છએય આરોપીઓએ એકસંપ થઈ પ્રવિણભાઈ તથા સાગરભાઈ સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી.

દરમિયાન, સામતભાઈ વચ્ચે પડતાં આરોપી વિનુભાઈ ઝાપડીયા, પશુભાઈ બસીયા અને ભવનભાઈ સોરીયાએ તેમને ગાળો આપી હતી. તેમજ વિનુભાઈ અને યોગેશભાઈ ડેરે સામતભાઈના પગ પકડી નીચે પછાડી દઈ જમીન પર ઢસડ્યા હતા, જેમાં તેમને શરીરે છોલાણ ઈજાઓ થઈ હતી. જ્યારે રશુભાઈ આહીર અને પશુભાઈ કોહીવાળાએ સાક્ષી સાગરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લઝર પર પથ્થરમારો કરી કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ અંગે અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App