🔥 TRENDING हाथरस को मिली 2 नई ट्रेनों की सौगात, स... कोलकाता जोगबनी एक्सप्रेस में यात्री के... 16-मयेम विधानसभा क्षेत्र में नए और छूट... सुमेरपुर के बाबा गांव में घायल नीलगाय... ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ... हजारीबाग: फ्लाईओवर निर्माण के विरोध मे...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીનગરમાં માર્ગ-મકાન વિભાગની દ્વિદિવસીય ચિંતન શિબિરનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 08 Oct 2026, 07:40 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિકસિત ગુજરાત ૨૦૪૭ની થીમ સાથે આયોજિત આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈજનેરો-અધિકારીઓને સન્માનિત કર્યા અને વિકાસ કાર્યોમાં ગતિ, ગુણવત્તા તથા ગૌરવ જાળવવા પ્રેરણા આપી.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે માર્ગ અને મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. 'ગતિ-ગુણવત્તા અને ગૌરવ: એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત 2047' ની થીમ સાથે આયોજિત આ શિબિરનો ઉદ્દેશ્ય રાજ્યના માળખાકીય વિકાસને વેગ આપવાનો છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે બિલ્ડીંગ હેલ્થ મોનિટરીંગ અને બ્રિજ એસેટ મેનેજમેન્ટ જેવી મહત્વપૂર્ણ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્ષ (GPI) ના માપદંડ અનુસાર શ્રેષ્ઠ કામગીરી કરનારા ઈજનેરો અને અધિકારીઓને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવો અને રાજ્યભરમાંથી આવેલા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતાની કાર્યશૈલીમાં ગતિ જાળવી રાખશે, ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે અને પારદર્શિતા તથા જવાબદહિતાને આધાર બનાવી દરેક પ્રોજેક્ટમાં શ્રેષ્ઠતા હાંસલ કરશે, જેનાથી ગુજરાતના વિકાસની ગૌરવયાત્રાને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રીએ ૨૦૦૩માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ચિંતન શિબિરની પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 'મૈં નહીં, હમ'નો ભાવ અને 'સ્વયંથી વ્યમ'નો ધ્યેય રાખીને આ વિચાર સાકાર કરવામાં ચિંતન શિબિરોએ મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે માર્ગ-મકાન વિભાગને સરકારનો અત્યંત મહત્વનો વિભાગ ગણાવી વિકસિત ગુજરાતના નિર્ધાર સાથે ગતિ, ગુણવત્તા અને ગૌરવ અપાવે તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં સહિયારા પ્રયાસો કરવા આહવાન કર્યું.
📲Get App