🔥 TRENDING नवादा: दुर्गा पूजा पंडालों में अग्नि स... એરપોર્ટ પોલીસે અરજદારની ફરિયાદ બાદ ગણત... भ्रष्टाचार के खुलासे के बावजूद भाजपा व... BREAKING: सिकंदरा राऊ में 8 से 21 अक्ट... ग्राम पंचायत बलबहरा में विकास कार्यों... सीएमएचओ ने सिटी डिस्पेंसरी, मलेरिया एव...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: રેસ્ટોરન્ટ વેપારીઓને ચિલર આપવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 08 Oct 2026, 09:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામોલ પોલીસે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાના વેપારીઓને ચિલર આપવાના નામે છેતરપિંડી આચરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિશ્વાસ કેળવી પૈસા લઈ ચિલર આપતો ન હતો.

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જે રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાના વેપારીઓને ચિલર (નાના સિક્કા) લાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતો હતો અને ત્યારબાદ ચિલર આપતો ન હતો.

પોલીસ કમિશ્નર, સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૮ અને મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવીઝન દ્વારા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલ સૂચનાઓના પાલનમાં, પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.ચુડાસમા અને સે.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

તા. ૦૬/૧૦/૨૬ ના રોજ, સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. આર.બી. રબારી અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન હતા. એ.એસ.આઈ. હરેશભાઈ મથુરભાઈ (બ.નં. ૧૩૦૨૪) ની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, રામોલ વસ્ત્રાલ તનમન ચાર રસ્તા ખાતે જાહેરમાં પંચો સાથે તપાસ કરતાં આરોપી વાલાભાઈ ઉર્ફે વિરાજને ઝડપી પાડવામાં આવ્યો.
📲Get App