🔥 TRENDING Jagatsinghpur Vigilance Busts Bribery... Andhra CM Urges Investors to Boost Bus... Andhra Pradesh Targets 15% Growth, Cal... Assam Girl's Death in Andhra Raises Qu... Ahmedabad Completes 480‑m Sabarmati Br... Gujarat PG Medical Counselling Expecte...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

મહુવા: ખરવાણ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 05:08 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ ગામે ‘સમગ્ર શિક્ષા’ અને ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરવામાં આવ્યું.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ ગામે ‘સમગ્ર શિક્ષા’ અને ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ ગુરૂવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સુવિધા સભર નવનિર્મિત શાળાના ભવનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના માનનીય ચેરમેનશ્રી શ્રી મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામડાઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આ નવું ભવન બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં મહત્વનું યોગદાન આપશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતિ ક્રિષ્ણાબેન મોહનીશકુમાર ચૌહાણ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતિ હિનાબેન શૈલેષભાઈ પટેલ તથા મહુવા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ, ગામ ના સરપંચશ્રી જયંતીભાઈ બ્રાહ્મણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના હોદ્દેદારો, શાળાના શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઉત્સાહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નવનિર્મિત શાળા ભવનને જોઈને સમગ્ર ખરવાણ ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App