🔥 TRENDING ਚਾਚਾ-ਭਤੀਜੀ ਦੀ ਭਿਆਨਕ ਹਾਦਸੇ ''ਚ ਮੌਤ वारिसलीगंज में विवाहिता का शव फांसी के... Arunachal University Expansion Backed... Arunachal Pradesh Faces Ranji Team Abs... Audit Reveals ₹10 Lakh Overpayment to... J&K CM Omar Says GST Council Decisions...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી: લીલીયા રોડ પરથી વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણો દૂર કરાયા
Local

અમરેલી: લીલીયા રોડ પરથી વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણો દૂર કરાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Oct 2026, 07:54 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના લીલીયા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના ભયને પગલે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામો અને લારી-ગલ્લાઓ દૂર કરાયા.

અમરેલી/લીલીયા:
અમરેલી જિલ્લાના લીલીયા સ્ટેટ હાઈવે પર વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લીલીયા રોડ ચોકડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય વધી રહ્યો હતો. સ્થાનિક લોકોની રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.

આજે સવારથી જ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જેસીબી મશીનની મદદથી રોડની બંને તરફ કરવામાં આવેલા પતરાના શેડ, લારી-ગલ્લા, ઓટલા અને પાકા-કાચા બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દબાણો હટાવતા પહેલા સંબંધિતોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી.

આ કાર્યવાહીને પગલે લીલીયા રોડ પર વાહન વ્યવહાર સરળ બન્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ હાઈવે પરના અન્ય દબાણો સામે આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.
📲Get App