🔥 TRENDING Kulgam Police seized 25 bottle of code... Senior Congress leader and former Amre... Lobbying Intensifies for Nobel Peace P... ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૬૦ વ... Bihar's Economic Offences Unit Raids E... Tractor Hits Bike, Killing 21-Year-Old...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોડાઉનમાં સડેલા અનાજની દુર્ગંધથી પ્રાથમિક શાળાના બાળકો પરેશાન અલબદર વિસ્તારમાં તાત્કાલિક સડેલો માલ દૂર કરવાની સ્થાનિકોની માંગ

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Oct 2026, 09:44 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરનાઅલબદર વિસ્તારમાં સબીર હુસેન મુલતાની આચાર્ય અલબદર પ્રાથમિક શાળાના જણાવ્યા મુજબ ગોડાઉનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ગોડાઉનમાં રાખવામાં આવેલ ચણા તથા ચણાની દાળ સહિતનો માલ સડી ગયો હોવાની ફરિયાદ સામે આવી છે.સડી ગયેલો માલ હાલ ગોડાઉનની બહાર મોટા જથ્થામાં કાઢવામાં આવી રહ્યો હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. ખાસ કરીને આ સ્થળ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું હોવાથી શાળાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દુર્ગંધના કારણે બાળકોને શાળામાં આવવામાં તેમજ મધ્યાહન ભોજન લેવા જવામાં પણ તકલીફ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દુર્ગંધને કારણે શાળામાં બાળકોની હાજરીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સડેલા માલના કારણે બાળકો અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ મામલે સ્થાનિકો દ્વારા દસ થી પંદર દિવસ અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ દુર્ગંધ ફેલાવતો સડેલો માલ અને કચરો ત્યાંથી દૂર કરવામાં આવે, જેથી અલબદરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો, મદરેસાના બાળકો તથા આસપાસના અંદાજએ બે હજાર રહેવાસીઓને રાહત મળી શકે અને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા ઊભી ન થાય.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App