🔥 TRENDING We call upon the students to use their... મુસાફરો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ: મુસાફ... पुण्यात MPSC विद्यार्थ्यांच्या आंदोलना... कुलदीप बिश्नोई आदमपुर मंडी में सक्रिय,... National workshop highlights Arunachal... SBI Faces Criticism Over Alleged Miscl...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

રાણાવાવના ઠોયાણા ધામમાં આસો નવરાત્રી મહોત્સવ: કોમી એકતા સાથે બાળાઓ દ્વારા પૌરાણિક પ્રસંગોની પ્રસ્તુતિ

✍️ Reporter: ઓડેદરા મેરૂ 🗓 08 Oct 2026, 03:44 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા નકલંક ધામ ઠોયાણા ખાતે આસો નવરાત્રી નિમિત્તે 'નવદુર્ગા શક્તિ ઉપાસના' પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ આયોજન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની બાળાઓ સાથે મળીને માતાજીની આરાધના કરે છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સ્થિત પવિત્ર નકલંક ધામ ઠોયાણા ખાતે આસો નવરાત્રીના પાવન અવસર નિમિત્તે 'નવદુર્ગા શક્તિ ઉપાસના' પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા સાત વર્ષથી આ ગરબી મંડળનું આયોજન હિન્દુ અને મુસ્લિમ સમાજના સંયુક્ત નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે, જે કોમી એકતાનું સુંદર પ્રતીક છે.

આ ગરબી મંડળની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ૧૨ વર્ષ સુધીની દીકરીઓને કોઈપણ જાતની ફી વગર પ્રવેશ આપવામાં આવે છે. અહીં હિન્દુ બાળાઓની સાથે મુસ્લિમ સમાજની બાળાઓ પણ ઉત્સાહભેર માતાજીના ગરબે ઘૂમે છે. દરરોજ બાળાઓ દ્વારા વિવિધ પૌરાણિક તથા ધાર્મિક પ્રસંગોનું અભિનય સાથે સુંદર સાદરીકરણ કરવામાં આવે છે, જેમાં નવદુર્ગા રાસ, ચંડ અને મુંડ વધ, ખોડિયાર માનો હિંડોળો, કૃષ્ણ-સુદામા મિલન, કાલિયા નાગનો વધ, જેસલ-તોરલ પ્રસંગ, હરસિદ્ધિ માની હોડી, શિવ-પાર્વતી વિવાહ અને રામ વિવાહ જેવા પ્રસંગોનો સમાવેશ થાય છે. વિજયાદશમીના દિવસે બાળાઓ દ્વારા રાવણ વધનો વિશેષ અભિનય પણ રજૂ કરવામાં આવશે.

નકલંક ધામ ખાતે મહાકાળી માતાજી અને મેલડી માતાજીના સ્થાનક ઉપરાંત સિકોતર મા, વિહત મા, ગાત્રાળ મા, ખોડિયાર મા, નાગબાઈ મા, વેરાઈ મા, દૂધઈ મા, વરુડી મા, કાલોત્રી મા, ભૂમિપૂજ મા, કંકાઈ મા, રાગોળી મા તથા મોગલ મા ના બેસણાં છે. આ ઉપરાંત શનિ દેવ અને રામદેવપીરના ગુરુ બાબા બાળીનાથ પણ અહીં બિરાજે છે. પાંચમા કે સાતમા નોરતે મહાકાળી માતાજીની ભવ્ય મહા આરતી યોજાશે, જેમાં ભીમાભાઈ ઓડેદરા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આઠમના દિવસે હોમ-હવન સાથે પ્રસાદીનું આયોજન થશે, જ્યારે દશેરાના દિવસે ગરબીમાં ભાગ લેનાર તમામ બાળાઓને લહાણી અને ભેટ-સોગાદો આપી પ્રોત્સાહિત કરાશે.

આ ગરબી મંડળમાં પ્રાચીન પરંપરા મુજબ પૌરાણિક ગીતો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઠોયાણા ગામના ગ્રામજનો, આસપાસના વિસ્તારના રહેવાસીઓ અને મિત્ર મંડળનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. આયોજન નકલંક ધામ સેવક પરિવાર, ઠોયાણા દ્વારા કરવામાં આવ્યું છે.
📲Get App