🔥 TRENDING India and Italy Convene to Boost Joint... Elon Musk blames oligarchs for stallin... RBI Report Finds Rural Economy Growing... RBI Governor Sanjay Malhotra Warns Eco... Smart Maintenance Could Add 1% to Indi... Ravi Teja’s earnings from ‘Irumudi’ be...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

મંગરોળની પલબેન રમેશભાઈ જોશીને જિલ્લા વિકાસ જ્યોતિ કાર્યક્રમમાં ‘નારી ગૌરવ સન્માન’ થી સન્માનિત કરવા માં આવ્યા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 08 Oct 2026, 01:54 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર ના વતની પલબેન રમેશભાઈ જોશીને ગુજરાત સરકારના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ‘નારી ગૌરવ સન્માન’ થી સન્માનિત કરવા માં આવ્યા, જેમાં તેમની આરોગ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ સેવાઓ ના દર્શન થાય છે.

પલબેન જોશી જેઓ માંગરોળ શહેર ના વતની છે તેમનું વિશેષ સન્માન આયોજિત ‘જિલ્લા વિકાસ જ્યોતિ’ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી શ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ્ હસ્તે આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ‘નારી ગૌરવ સન્માન’ થી સન્માનિત કરવા માં આવ્યા.

તેઓ બાળપણથી જ કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને માંગરોળ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. કોરોના મહામારીના વિકટ સમયમાં તેમની સરાહનીય સેવાઓ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
તેઓ જાણીતા માધ્યમ દૂરદર્શન પર કુશળ ઉદ્ઘોષિકા તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ભરત નાટ્યમ, અભિનય, નાટક અને વક્તૃત્વ જેવી વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકના પુરસ્કારો મેળવી પોતાની કલાનો ડંકો વગાડ્યો છે. ચર્ચિત નાટક ‘દરિયાની દીકરી’માં મુખ્ય નાયિકાની ભૂમિકા ભજવી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ગૌરવવંતી ક્ષણ બદલ તેમના પર ચારેય તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
📲Get App