🔥 TRENDING মাননীয় মন্ত্রী শ্রী দিলীপ ঘোষ মহাশয়... ଚଳନ୍ତା ଗାଡ଼ିରେ ଅଗ୍ନିକାଣ୍ଡ, ଡ୍ରାଇଭର ଅଳ୍... Malayalam Action Thriller 'Khalifa' to... Delhi Police files assault and obstruc... 57th GST Council Meeting Scheduled in... રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની પ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા પોલીસે રાજસ્થાનથી આવતા ૯.૭૧ લાખના પોષડોડા ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 02:50 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાનેરા પોલીસે ગોલા ગામની સીમમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લવાતા ૬૪.૭૫૦ કિલોગ્રામ પોષડોડાનો જથ્થો એક બોલેરો ગાડીમાંથી ઝડપી પાડ્યો છે. આ જથ્થાની કિંમત આશરે ૯,૭૧,૨૫૦ રૂપિયા આંકવામાં આવી છે..

બનાસકાંઠાના-:
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોલા ગામની સીમમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પોષડોડાની થતી હેરાફેરીનો પર્દાફાશ કરતાં પોલીસને એક બોલેરો ગાડીમાંથી મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો મળી આવ્યો છે.પોલીસે ગાડી નંબર GJ-08-BN-0523 ની તલાશી લેતાં તેમાંથી ૬૪.૭૫૦ કિલોગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત ૯,૭૧,૨૫૦ રૂપિયા થાય છે. પોલીસે આ જથ્થા સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે..

ધાનેરા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસોને બળ મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
📲Get App