Crime
લીલીયાના ક્રાકચ ગામે પોસ્ટમેન સહિત અન્ય લોકો સાથે રૂ. ૪.૮૯ લાખની સોલાર લોન છેતરપિંડી, સુરતના બે શખ્સો સામે ફરિયાદ
લીલીયા તાલુકાના ક્રાકચ ગામે સોલાર રૂફટોપ લોન કરાવી આપવાના બહાને પોસ્ટમેન અને અન્ય સ્થાનિકો સાથે કુલ રૂ. ૪.૮૯ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે સુરત શહેરના બે શખ્સો વિરુદ્ધ લીલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
લીલીયા તાલુકાના ક્રાકચ ગામમાં રહેતા પોસ્ટમેન શ્રી બાબુલાલ ચીમનલાલ જોષી (ઉંમર ૭૦ વર્ષ) ની ફરિયાદના આધારે સુરત શહેરના ભાવેશભાઈ વલ્લભભાઈ બારૈયા અને અલ્પકુમાર કિશોરભાઈ પટેલ નામના બે શખ્સો સામે રૂ. ૪.૮૯ લાખથી વધુની છેતરપિંડી બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ભાવેશભાઈ બારૈયાએ ક્રાકચ ગામના પોસ્ટમેન શ્રી જોષી અને તેમના સાથીઓને ઘરે સોલાર રૂફટોપ લગાવી આપવાની લાલચ આપી હતી. તેણે ફરિયાદીઓ અને તેમના સાથીઓના બેંક ખાતામાં સોલાર માટે લોન મંજૂર કરાવી હતી. ત્યારબાદ, લોનની કુલ રૂ. ૪,૮૯,૬૦૦ની રકમ જે કંપનીમાં તે એજન્ટ તરીકે કામ કરતો હતો તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આરોપીઓએ લોનની રકમ મેળવી લીધા બાદ સોલાર લગાવવાનું કામ અધૂરું છોડી દીધું હતું અને ખોટા વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું. સોલાર કંપનીના માલિક અલ્પકુમાર કિશોરભાઈ પટેલે પણ સોલારનું કામ સમયસર પૂર્ણ ન કરી ખોટા વચનો આપી ફરિયાદીઓ અને તેમના સાથીઓ સાથે કુલ રૂ. ૪,૮૯,૬૦૦ની છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર બનાવ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી મહેશભાઈ મધુભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.