🔥 TRENDING લશણપોર ગામમાં સાંજમાં અદ્ભુત દીપડો દેખ... हजारीबाग डिटेंशन सेंटर में दुष्कर्म मा... ವಿಬಿ ಜಿ ರಾಮಜೀ ಯೋಜನೆಯಡಿ ಕೆರೆ ಹೊಳೆತ್ತುವ... Punjab Police Arrest Money Exchanger i... CBI Conducts Second Raid at Khard West... ABVP Sit‑in at JNU Extends to 180 Hour...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સુરતમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ યુવા કોંગ્રેસે ટાયર સળગાવી આક્રમક વિરોધ, પોલીસે મુખ્ય હોદ્દેદારોની અટકાયત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 Oct 2026, 08:50 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાના મુદ્દે સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા અઠવા વિસ્તારમાં ટાયર સળગાવી આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી છે.

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાના મુદ્દે સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ અઠવા વિસ્તારમાં વિરોધ દર્શાવવા માટે જાહેરમાં ટાયર સળગાવી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના પગલે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી.

મામલો તંગ બનતાં સુરત પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટાયર સળગાવી વિરોધ કરી રહેલા યુવા કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકરોની સ્થળ પરથી અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.
📲Get App