🔥 TRENDING OrissaPOST Publishes 'Learning to Reco... समस्तीपुर समेत उत्तर बिहार में बारिश क... ગુજરાતમાં ઉત્સાહભેર 'સેવા જ્યોતિ યાત્ર... Satna: Two Brothers Arrested After Sho... Two Lakh Worth of Jewellery Recovered... Shreyas Ayyar Breaks Virat Kohli's Rec...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા માંગતી રેલી...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 02:50 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા 'વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર સોંપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...

સાબરકાંઠામાં-:
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી દ્વારા કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો..

રેલીમાં ભાગ લેનાર કાર્યકરો દ્વારા 'વોટ ચોર, ગદ્દી છોડ' અને 'લોકશાહી બચાવો, દેશ બચાવો' જેવા નારાબાજી કરવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય ચૂંટણી કમિશનર પર દબાણ લાવવાનો અને તેમના રાજીનામાની માંગ ઉઠાવવાનો હતો.રેલીના અંતે હિંમતનગર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે પોતાનો વિરોધ સત્તાવાર રીતે નોંધાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માંગી હતી.
📲Get App