અલમાવાડીની દીકરીઓનો તાલુકા કક્ષાએ ડંકો
દેડીયાપાડા તાલુકામાં યોજાયેલા ખેલ મહાકુંભ 2026/27માં અલમાવાડી પ્રાથમિક શાળાની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરી તાલુકા ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની અંડર-14 ગર્લ્સ ખો-ખોની સ્પર્ધામાં અલમાવાડી પ્રાથમિક શાળાની ટીમે શરૂઆતથી જ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
ફાઇનલ મુકાબલામાં પણ દીકરીઓએ જોરદાર રમત દાખવીને વિજય મેળવ્યો હતો અને તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની હતી.
અલમાવાડીની દીકરીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર તેમજ સમગ્ર ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેલાડીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને ટીમની એકતાના કારણે આ સફળતા હાંસલ થઈ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું છે.
ખાસ વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારની આ દીકરીઓએ રમતના મેદાનમાં પોતાની પ્રતિભા સાબિત કરી દેડીયાપાડા તાલુકાનું નામ રોશન કર્યું છે.
હવે અલમાવાડી પ્રાથમિક શાળાની આ વિજેતા ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દેડીયાપાડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
તાલુકા ચેમ્પિયન બનેલી અલમાવાડીની દીકરીઓને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાએ પણ શાનદાર સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.