स्थानीय
બાસ્પા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનમહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ટસ કોમર્સ કોલેજ બાસ્પા કોલેજનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું
મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ટસ કોમર્સ કોલેજ બાસ્પા કોલેજનો ઉત્કૃષ્ટ પ્રદર્શન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત ૩૭મા યુવક મહોત્સવમાં મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પાના વિદ્યાર્થીઓએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઝળહળતી સફળતા અંકિત કરી હતી તારીખ ૫ અને ૬ ઓક્ટોબરના રોજ યોજાયેલા યુવક મહોત્સવમાં ૯૮ કોલેજોએ ભાગ લીધો હતો. આકરી સ્પર્ધાત્મકતા વચ્ચે બાસ્પા કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી અભિનય ક્ષમતાનો પરિચય આપતા ‘સ્કીટ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે ‘માઇમ’માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું
વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિને બિરદાવતા કોલેજના મેનેજિંગ ડિરેક્ટર મૌલિકભાઈ ભોજક, રમેશભાઈ ખેર તથા આચાર્યશ્રી દિનેશભાઈ ડોડીયાએ વિજેતા કલાકારો અને સાંસ્કૃતિક સમિતિના કો-ઓર્ડિનેટર ડૉ. પાર્થ પ્રજાપતિ, ડૉ. મીનાબેન હિરવાણીયા તથા શ્રી મનુભાઈ ઠાકોરના સતત માર્ગદર્શન, નિષ્ઠાપૂર્વકના પરિશ્રમ અને પ્રોત્સાહનની વિશેષ પ્રશંસા કરતા અભિનંદન ની વર્ષા કરી હતી.વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મનોકામના વ્યક્ત કરી હતી