🔥 TRENDING Abhishek Bachchan Credits Shah Rukh Kh... સુરતમાં નવરાત્રી દરમિયાન કાયદો-વ્યવસ્થ... Government urges banks to boost digita... Zabarvan Legends Series 2.0 Set to Kic... Sikkim Partners with Google to Integra... Two Youths Found Shot Dead on Roadside...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મનપા દ્વારા ભેસ્તાનમાં ફેરિયાઓના વજનકાંટા જપ્ત, સ્થાનિકોમાં ભારે રોષ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 Oct 2026, 01:40 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગે ભેસ્તાન વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ દરમિયાન ફેરિયાઓના વજનકાંટા પણ જપ્ત કરી લીધા છે. આ કામગીરીને કારણે સ્થાનિક નાગરિકો અને ફેરિયાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની કામગીરીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં મનપાના દબાણ વિભાગ દ્વારા રસ્તા પરથી લારી-ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓએ માત્ર દબાણો હટાવવા પૂરતી કામગીરી સીમિત રાખવાને બદલે કેટલાક ફેરિયાઓના રોજગાર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા વજનકાંટા પણ જપ્ત કરી લીધા હતા. આ કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ થઈ રહી છે.

રોજીરોટી છીનવાઈ જવાની આશંકા અને વજનકાંટા ઉંચકી લેવાની કામગીરીને કારણે સ્થાનિક નાગરિકો અને ફેરિયાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. નાગરિકોએ પાલિકાની આ કડક કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
📲Get App