🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश ने होटल व गेस्टहाउस को प... जावेद की हत्या, पुरानी दुश्मनी का बदला नर्मदापुरम में एलपीजी ट्रक पलटा, 4 घाय... अनूपपुर में सड़क दुर्घटना में 11वीं के... उमरिया में अवैध खनिज उत्खनन पर कार्रवा... Bidat news
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકસિત ભારત સંકલ્પ સભા બાદ આશ્રમ રોડ સુધી મશાલ યાત્રા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 अक्टू. 2026, 07:00 PM 👁 74
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ સભા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિશાળ મંડપમાં ઉપસ્થિત જનમેદનીએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે સેવા શક્તિ યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.વિકસિત ભારત સંકલ્પ સભા બાદ અમદાવાદ રિવરફ્રન્ટથી આશ્રમ રોડ સુધી મશાલ યાત્રા પણ યોજાઈ હતી. મશાલ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર માર્ગ પર ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.સભા દરમિયાન વિકાસલક્ષી યોજનાઓ તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો સહિત વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિરમગામ શહેર તથા વિરમગામ તાલુકા માંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરોએ આ પ્રસંગે હાજરી આપી હતી
રિપોર્ટર અસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App