🔥 TRENDING 19 વર્ષીય સદ્દામ શેખ પાંડેસરાનો વીજ શો... નવરાત્રિ અંતિમ 4 દિવસમાં કોઈ આયોજકએ ફા... टोंक जिले के मेहंदवास में डैप उर्वरक व... ઇન્ડિગોએ ફરીથી ફ્યુઅલ ચાર્જમાં વધારો ક... Abhay Deol's Goa Home: A Stunning Glas... Goa HC rejects Election Commission ple...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાવરકુંડલામાં પત્નીએ પૈસા આપવાની ના પાડતાં પતિએ ઝેરી દવા પીધી, મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 11:52 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલાના બાઢડા ગામમાં પરપ્રાંતિય દંપતીના ઝઘડા દરમિયાન પતિએ પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું.

સાવરકુંડલાના બાઢડા ગામની વાડીએ રહેતા પરપ્રાંતિય દંપતી સાથે ઘરેલો ઝઘડો થયો હતો. પતિએ પત્ની પાસે પૈસા માંગ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.

બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના છોતાગુડાના અને હાલ સાવરકુંડલાના બાઢડા ગામે વાડીએ રહેતા અનિતાબેન દિલીપભાઈ ડાવરા (ઉ.વ. ૩૦)એ જાહેર કર્યું છે કે, તેમના પતિ દિલીપભાઈ કલમસિંહ ડાવરા (ઉ.વ. ૩૦)એ તેમની પાસે પૈસા માંગ્યા હતા. તેમણે પૈસા આપવાની ના પાડતાં પતિ મનમાં લાગી આવ્યા હતા અને પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું.

આ ઘટના બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશેનમાં ફરયાद નोंધવામાં આવી છે. પોલીસના એએસઆઈ પી. એ. ગોહીલ દ્વારા બનાવાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App