‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.
મહાનુભાવો દ્વારા આ પ્રસંગે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આ યાત્રા પૂર્ણ કરનાર સૌ યાત્રીઓનું ગુજરાતમાં ભાવસભર સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવાની સફરને વંદન કરવાનો અવસર છે. તેમણે છેલ્લા 25 વર્ષમાં સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સના અભિગમ સાથે લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો અને જનહિતકારી યોજનાઓથી ગુજરાત સહિત દેશભરમાં આવેલ પરિવર્તનની રૂપરેખા આપી હતી.
'વિકસિત ભારત 2047' સંકલ્પને સાકાર કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ કરેલા 'We Will Do It' આહવાનને ઝીલી લઈને ગુજરાતની યુવાશક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.