🔥 ट्रेंडिंग ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... रोहित रॉय ने 'डस्टबिन मीडियम' बवाल पर... वेस्ट इंडीज पर धमाकेदार पारी के बाद एथ... ओडीआई वर्ल्ड कप 2027 से पहले मोर्ने मॉ... श्रेयस अय्यर ने टी20 अंतरराष्ट्रीय शतक...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલી નગરપાલિકા પ્રમુખે હરિ રોડ પર રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 07 अक्टू. 2026, 11:25 AM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ 11:30 વાગ્યે હરિ રોડ પર રોડ કામની ગુણવત્તા ચકાસવા જાતે સ્થળ પર પહોંચી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું.

અમરેલી: અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ શહેરના હરિ રોડ પર ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા ચકાસવા રાત્રિના સમયે ખુદ સ્થળ પર પહોંચી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

રાત્રે આશરે 11:30 વાગ્યે હરિ રોડ પર પહોંચેલા પ્રમુખે રોડની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. રોડની જાડાઈ અને ગુણવત્તા ચકાસવા માટે તેમણે મેજર ટેપથી જાતે માપણી પણ કરી હતી.

ઉપરાંત હરિ રોડના વેપારીઓ સાથે સીધી વાતચીત કરી રોડના કામ અંગે તેમનો અભિપ્રાય જાણ્યો હતો. અધિકારીઓ કે કર્મચારીઓના અહેવાલ પર આધાર રાખવાને બદલે પ્રમુખે જાતે સ્થળ પર પહોંચી કામગીરીની ચકાસણી કરતાં વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

લાંબા સમય બાદ હરિ રોડનું કામ શરૂ થતાં વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
નોંધ :પોસ્ટર AI નાં માધ્યમ થી બનાવેલું છે જે ધ્યાન મા લેવું
📲Get App