अपराध
સાબરકાંઠામાં 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ૧૦ વર્ષ જૂની ચોરીમાં ગયેલ મોટરસાઈકલ મૂળ માલિકને પરત..
ખેડબ્રહ્મા પોલીસે ૨૦૧૫માં થયેલી ચોરીમાં ગયેલ બજાજ બોક્સર મોટરસાઈકલને શોધી કાઢીને તેના મૂળ માલિક સુમાભાઈ ખેતાભાઈને પરત કરી આપી છે. આ કાર્યવાહી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે..
સાબરકાંઠામાં-:
'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ),પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદીપકુમાર નાયી (ખેડબ્રહ્મા) ના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાત દ્વારા ચોરીમાં ગયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરેલ વાહનો પરત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહીમાં ૨૦૧૫માં દાખલ થયેલ એક ગુનાખાતી કિસ્સાનો ઉલ્લેખનીય છે. તા. ૨૦/૧૧/૨૦૧૫ના રોજ દાખલ થયેલ ગુનાખાતીમાં બજાજ બોક્સર મોટરસાઈકલ (રજિસ્ટ્રેશન નં. GJ.09.Q.8296) ચોરીમાં ગઈ હતી. આ વાહનની કિંમત રૂ. ૮૦૦૦/- હતી. આ કિસ્સામાં આરોપી કિરણભાઈ શાતિભાઈ ઓડિયા (રહે. વાલરણ, તા. ખેડબ્રહ્મા) મૃત્યુ પામ્યા હોવાથી, વાહન બિનવારસી કબ્જે કરેલ હોવાનું નક્કી થયું હતું. આ પછી વાહનને એ.બી.ટે. સમરી દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સા, ઈડર વિભાગને મોકલવામાં આવ્યું હતું, જે તા. ૧૮/૦૫/૨૦૧૮ના રોજ મંજૂર થઈ આવ્યું હતું..
વાહનના મૂળ માલિક સુમાભાઈ ખેતાભાઈ (ઉંમર ૪૨ વર્ષ, ધંધો-ખેતી, રહે. વાલરણ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા) ને વાહન છોડાવવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ માલિક પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હોવાથી, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમને મોટરસાઈકલ પરત કરી આપવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.વસૈયા, વુમેન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નુતાબેન અરવિંદભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર રમેશચંદ્ર, વુમેન પોલીસ કોન્સ્ટેબલ પુષ્પાબેન વાલાભાઈ, શાલીનીબેન નટવરભાઈ અને હિરલબેન વાસુદેવભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વનો ફાળો ભજવ્યો છે.