🔥 TRENDING Masked intruder slashes teen girl's th... Haryana Open School Announces October... Chhattisgarh Village Passes Resolution... Chhattisgarh restaurant staff wash dis... Viral video shows staff at New Delhi S... Punjab Government Appeals to Supreme C...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પરથી ૧.૪૩ કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડતી સ્ટેટ મોનીટરિંગ સેલ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 06 Oct 2026, 12:20 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વર તાલુકાના ખાલપીયા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી સ્ટેટ મોનીટરિંગ સેલે કન્ટેનરમાં રૂ. ૧.૪૩ કરોડના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં ટ્રક ચાલકની ધરપકડ કરાઈ છે અને કુલ રૂ. ૧.૭૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના ખાલપીયા ગામની સીમામાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે મોટો જથ્થો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસે કન્ટેનરમાં રાખેલો રૂ. ૧.૪૩ કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો છે.

સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી ૯૫૮ બોક્સ વિદેશી દારૂ અને ૨૩,૪૬૦ નંગ બિયર ટીન મળી આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે કન્ટેનર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧.૭૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકના ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હતો. જોકે, દારૂનો જથ્થો કોના કહેવા પર લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો, તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય પાંચ જેટલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાઈ છે.
📲Get App