🔥 TRENDING 52-Year-Old Prisoner Escapes Satna Cen... Madhya Pradesh Land Ownership Scheme S... MP Travel Mart 2026 to Attract Over Rs... Indian Army Apache Helicopter Shoots D... Two 10-Year-Old Children Found Dead in... संगणमेर तालुक्यातील वडगाव पान रोड वरील...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા જિલ્લામાં ટ્રેકિક ચલણના નામે ફિશિંગ મેસેજોનો વધારો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Oct 2026, 08:55 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં લોકો ને ટ્રેકિક ચલણની નકલ કરેલ લિંક દ્વારા વ્યક્તિગત માહિતી ચોરવાની કોશિશ કરતી ફિશિંગ મેસેજો મળ્યા છે..

સાબરકાંઠામાં-:
તાજેતરમાં ટ્રેકિક ચલણના નામે મોકલવામાં આવતી ફિશિંગ મેસેજોનું પ્રમાણ વધ્યું છે.આ મેસેજોમાં નકલી લિંક્સ સામેલ હોય છે, જે પ્રાપ્તકર્તાની મોબાઇલ અને વ્યક્તિગત માહિતી ચોરવાના હેતુથી મોકલવામાં આવે છે.સંદેશાઓમાં સામાન્ય રીતે “ટ્રેકિક ચલણ” અથવા સંબંધિત નાણાકીય સેવા તરીકે રજૂ કરવામાં આવે છે, અને પ્રાપ્તકર્તાને લિંક પર ક્લિક કરીને માહિતી આપવાની વિનંતી કરવામાં આવે છે. આવા લિંક્સમાં માલવેર અથવા ફિશિંગ પેજો હોઈ શકે છે, જે દ્વારા વ્યક્તિગત ડેટા, OTP અને બેન્ક વિગતો ચોરી શકાય છે..

સત્તાવાર અધિકારીઓએ લોકોને આ પ્રકારના મેસેજો પ્રત્યે સાવધાન રહેવા અને કોઈપણ અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા, તેમજ વ્યક્તિગત માહિતી આપતા પહેલાં સત્યાપિત કરવું આવશ્યક છે. શંકાસ્પદ મેસેજોનું સ્ક્રીનશોટ લઈને સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ વિભાગમાં જાણ કરવી જોઈએ.જાહેરાતો અને સત્તાવાર ચેનલ્સ દ્વારા યોગ્ય માહિતી પ્રસારિત કરવામાં આવશે, જેથી નાગરિકો આ પ્રકારની છેતરપિંડીથી બચી શકે.
📲Get App