🔥 TRENDING GLOBOIL 2026 Concludes with Trade Dial... Lighting Designer Dinesh Kumar Poddar... Actor R Madhavan to Host Business Real... WLFI Reports on ALS Walk Event WAFB Reports on ALS Walk to Raise Dise... NBK resumes shooting for ‘Dada’ after...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બાર એસોસિએશનનો વિરોધ

✍️ Reporter: Anil Vaghela 🗓 06 Oct 2026, 12:24 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બાર એસોસિએશનનો વિરોધ

કાયદાની જોગવાઈઓ અંગે પુનઃવિચાર કરી યોગ્ય સુધારા કરવા માંગ બાર એસોસિએશનની વિશેષ સામાન્ય સભામાં ઠરાવ

રાજુલા: ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા “ગુજરાત ભાડા વિષયક, ૨૦૨૫” કાયદા સંદર્ભે રાજુલા બાર એસોસિએશન દ્વારા વિશેષ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઈઓ તથા તેના અમલના કારણે વકીલો, પક્ષકારો તેમજ સામાન્ય નાગરિકોને થનારી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રાજુલા બાર એસોસિએશનના તમામ બોર્ડ સભ્યો તથા સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તા. ૦૩/૧૦/૨૦૨૫ના રોજ લેવામાં આવેલા નિર્ણય તથા કાયદાની જોગવાઈઓ અંગે વ્યક્ત કરવામાં આવેલી ગંભીર ચિંતાઓને સમર્થન આપવામાં આવ્યું હતું.

સભામાં સર્વાનુમતે માનવામાં આવ્યું કે, ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ અંગે જરૂરી કાયદાકીય પુનઃવિચાર કરવામાં આવે તેમજ યોગ્ય સુધારા કરવામાં આવે તે જરૂરી છે. જ્યાં સુધી આ અંગે યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે ત્યાં સુધી વકીલ મંડળ દ્વારા લોકશાહી અને કાયદેસર રીતે વિરોધ નોંધાવવો જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ અંગે રાજુલા બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણયને સમર્થન આપતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું હતું કે કાયદાની જોગવાઈઓ અંગે યોગ્ય પુનઃવિચાર અને જરૂરી સુધારા થાય તે દિશામાં કાયદેસરની પ્રક્રિયા તથા લોકશાહી માર્ગે રજૂઆત કરવામાં આવશે.
📲Get App