🔥 TRENDING मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात... Three students injured as plaster ceil... ವರುಣಾ ಕ್ಷೇತ್ರದ ದಾಸನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಭಿವ... Punjab Police Seizes 4.1 kg Heroin, Ar... Maheshwar Court Acquits Four in SC‑ST... కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి ముఖ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જાફરાબાદના મીઠાપુરમાં મહિલાને ઘોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 06 Oct 2026, 10:36 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદના મીઠાપુર ગામે બે આરોપીઓએ મહિલાને ઘોકાથી માર મારીને ઘા લગાવ્યા હતા. આરોપીઓએ મહિલાના મોઢા પર હાથ મૂકીને રાડો પાડવાથી રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જાફરાબાદના મીઠાપુર ગામે બે આરોપીઓએ મહિલાને ઘોકાથી માર મારીને ઘા લગાવ્યા હતા. આરોપીઓએ મહિલાના મોઢા પર હાથ મૂકીને રાડો પાડવાથી રોકીને 'બીજીવાર શિખામણ આપવા જઈશ તો બંને જણાને પતાવી દઈશું' તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ફૂલીબેન છનાભાઈ મકવાણા (ઉંમર ૪૫ વર્ષ) એ અશોકભાઈ સુખાભાઈ મકવાણા અને દીપકભાઈ શીવરભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ફૂલીબેનએ એકાદ મહિના પહેલા અશોકભાઈને સુધારવા બાબતે તેમની પત્નીને ટપકો આપ્યો હતો. જેની દાઝ રાખીને આરોપીઓએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ફૂલીબેન અને તેમના પતિ ઓસરીમાં સૂતા હતા. આરોપીઓએ લાકડાના ઘોકાથી બંને પર હુમલો કર્યો હતો.

ફૂલીબેન રાડો પાડવા જતાં અશોકભાઈએ તેમના મોઢા પર હાથ મૂકીને 'રાડો કે દેકારો ન કર' કહ્યું હતું. આરોપીઓએ ઘોકાથી આડેધડ માર મારીને ફૂલીબેનના પગમાં સાથળના ભાગે, ઘૂંટણના ભાગે અને ડાબા પગની ઘૂંટીના ભાગે ઘા લગાવ્યા હતા. તેમના પતિ જાગી જતાં બંને આરોપીઓએ તેમને ગાળો આપી હતી.

આ ઘટના બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App