स्थानीय
મોડાસામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષા તૈયારીઓનું નિરીક્ષણ..
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાનારી ‘સેવા જ્યોતિ યાત્રા’ ના અનુસંધાને જિલ્લા કલેક્ટર, વિકાસ અધિકારી અને પોલીસ વડા દ્વારા સભાસ્થળની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે..
અરવલ્લીના-:
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાનારી ‘સેવા જ્યોતિ યાત્રા’ ના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી તથા અન્ય અધિકારીઓ દ્વારા સભાસ્થળની મુલાકાત લેવામાં આવી છે.આ મુલાકાત દરમિયાન સ્થળની વ્યવસ્થાઓ અને સુરક્ષા આયોજનનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું છે.યાત્રા અને કાર્યક્રમ દરમિયાન સુચારુ આયોજન, શાંતિ-સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અધિકારીઓએ સ્થળ પરની તૈયારીઓને લઈને ટિપ્પણીઓ કરી અને કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી સૂચનો આપ્યા છે..
અરવલ્લી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા, સેવા અને સહકાર માટે હંમેશા પ્રતિબદ્ધ છે. આવી મોટા પાયે યોજાતા કાર્યક્રમોમાં કાયદો-વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવશે.