🔥 TRENDING जैथरा में सांसद मुकेश राजपूत और नगर पं... સડક કામ અપૂરો રહેતે મતદારોનો ગસ્સો 25... સડક કામ અપૂરો રહેતે મતદારોનો ગસ્સો 25... ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં અમ... અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે પાણીન... Karnataka BJP calls police stations 'C...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં ઊંચા વ્યાજે નાણાં આપી પેનલ્ટીના નામે સતામણીનો આક્ષેપરૂ.૫ લાખનો ચેક લખાવી બળજબરીથી રૂ.૫૨ હજાર પડાવવાનો પ્રયાસ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Oct 2026, 11:52 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના દેસાઈ પોળ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ પ્રવિણભાઈ ઠક્કરે ઊંચા વ્યાજે નાણાં આપીને પેનલ્ટીના નામે બળજબરીથી રૂપિયા પડાવવા તેમજ જાનથી મારી નાખવાની અને પગ તોડી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, અશ્વિનભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી મહેશભાઈ બારડ મારફતે તેમની ઓળખાણ અજયકુમાર મનુભાઈ ચાવડા સાથે થઈ હતી. ત્યારબાદ તેમને વિરમગામ પોપટ ચોકડી ખાતે આવેલા વૃજ કોમ્પ્લેક્સની જય ભવાની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ રૂપીયા બે લાખની રકમ સામે એક મહિનાનું રૂપીયા ત્રીસ હજાર વ્યાજ અગાઉથી કાપી લઈ રૂપીયા એક લાખ સીતેર હજારરોકડા આપ્યા હતા અને દર મહિને રૂપીયા ત્રીસ હજાર વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ, સમયસર વ્યાજ ચૂકવી ન શકાય તો દરરોજ રૂપીયા બે હજાર પેનલ્ટી વસૂલવાની વાત કરવામાં આવી હતી. તેમજ અશ્વિનભાઈ પાસેથી બે કોરા ચેક, ત્રણ વાઉચર અને એક પ્રોમિસરી નોટ પર સહી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે વ્યાજની રકમ ચૂકવવામાં વિલંબ થતાં આરોપીએ અશ્વિનભાઈને જાહેરમાં ઊભા રાખીને સતામણી કરી હતી અને પોતાની ઓફિસે બોલાવી વધુ એક રૂપીયા પાંચ લાખનો ચેક લખાવી લીધો હતો. ચેક બેંકમાં જમા કરાવી દેવાની ધમકી આપી છેલ્લા મહિનાનું રૂપીયા ત્રીસ હજાર વ્યાજ તથા અગીયાર દિવસની રૂપીયા બાવીસ હજાર પેનલ્ટી મળી કુલ રૂપીયા બાવન હજાર બળજબરીથી વસૂલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ ઉપરાંત પગ તોડી નાખવાની તેમજ અન્ય ગંભીર પરિણામોની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અશ્વિનભાઈ પ્રવિણભાઈ ઠક્કરની ફરિયાદના આધારે વિરમગામ ટાઉન પોલીસે આરોપી અજયકુમાર મનુભાઈ ચાવડા, રહે. કાંકરાવાડી, વિરમગામ સામે ગુજરાત ધિરધાર સંબંધિત કાયદાની વિવિધ કલમો સહિત લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App