માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “લોકો સુધી સરકાર અને સરકાર સુધી લોકો” ના સંકલ્પને સાકાર કરતી લોકસેવાની આ યાત્રા
🌸 સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ 🌸
સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય, તેવા ઉદ્દેશ સાથે આયોજિત ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત આજે સિંધરેજની પ્રાથમિક શાળા આત્મીય સંવાદ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “લોકો સુધી સરકાર અને સરકાર સુધી લોકો” ના સંકલ્પને સાકાર કરતી લોકસેવાની આ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી ગ્રામજનોને મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અર્પણ કર્યા.
આ સેવા સેતુ કાર્યક્રમથી સિંધરેજ, કોઠ, અરણેજ, કેસરગઢ, વેજલકા, લાણા, ડડુસર-મુજપુર, ખાનપુર, વાલથેરા, ભવાનપુરા, જલાલપુર ગોધનેશ્વર, બેગવા-કલ્યાણપુરા તથા શિયાવાડા સહિતના ગામોના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
આ સાથે ગ્રામજનોને સ્વચ્છતા એ માત્ર અભિયાન નહીં પરંતુ આપણી સામૂહિક જવાબદારી છે, તે ભાવ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને કચરાપેટીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી. સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ગામોના નિર્માણમાં સૌ સહભાગી બનીએ તેવો સંકલ્પ વ્યક્ત કર્યો. 🌿
આ પ્રસંગે તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ધોળકા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પરમાર, મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથભાઈ મકવાણા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પરમાર, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સિંધરેજ સહિત આસપાસના ગામોના આગેવાનો, કાર્યકર્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.