🔥 TRENDING ग्वालियर में 7 अक्टूबर को होगी 'सेवा ज... బోథ్: రైతు మృతి.. స్పందించిన కేటీఆర్ ఆదిలాబాద్: ASO పోస్టుకు దరఖాస్తుల ఆహ్వ... બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને... भुगलपुर विक्रमशिला सेतु बंद होने पर कट... మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యం:...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં બગડેલા ફળોના નિકાલ માટે ફ્રુટ ક્રશિંગ પ્લાન્ટની શરૂઆત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Oct 2026, 08:50 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બગડેલા ફળોને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરવા માટે ફ્રુટ ક્રશિંગ પ્લાન્ટની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં બગડેલા તથા ઉપયોગમાં ન લઈ શકાય તેવા ફળોના યોગ્ય નિકાલ માટે ફ્રુટ ક્રશિંગ પ્લાન્ટની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ બગડેલા ફળોને ખુલ્લામાં ફેંકાતા અટકાવી શહેરની સ્વચ્છતા જાળવવા તેમજ નગરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવાનો છે.આ કામગીરીનો શુભારંભ હિંમતનગર નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન ભારત અભિયાનના ચેરમેન શ્રીમતી વર્ષાબેન મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો..

આ પ્રોજેક્ટ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપણમાં મહત્વનું યોગદાન આપશે.ફળ બજારો તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવતા બગડેલા ફળોને ફ્રુટ ક્રશિંગ પ્લાન્ટમાં નિયંત્રિત રીતે મિશ્રણ કરી લગભગ 15 દિવસ સુધી પ્રક્રિયા કરવામાં આવશે.આ પ્રક્રિયા બાદ બગડેલા ફળોમાંથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે.આ ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થવા સાથે જૈવિક કચરાને ઉપયોગી સંસાધનમાં રૂપાંતરિત કરી પર્યાવરણ સંરક્ષણમાં મદદ મળશે. આ પહેલ દ્વારા શહેરમાં કચરાની સમસ્યા ઘટાડવામાં અને સ્વચ્છતા જાળવવામાં મોટો ફાવો થશે.
📲Get App