🔥 TRENDING પાલનપુરના એરો સર્કલમાં ST બસ અને ક્રેન... ਲੋਕ ਜਨਸ਼ਕਤੀ ਪਾਰਟੀ (ਰਾਮ ਵਿਲਾਸ) ਨੇ ਕਈ ਨਵ... टाटा एरिसची दमदार एन्ट्री; बेस मॉडेलची... मुरादगंज-अयाना रोड पर ट्रैक्टर-ट्रॉली... Vinod Khanna’s 10 Iconic Songs Celebra... Anchal Thakur Revives Radha‑Krishna De...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી પોલીસની સફળ કામગીરી: કોપર ચોરી અને અપહરણ કેસમાં ટોળકી પકડાઈ..
Local

કડી પોલીસની સફળ કામગીરી: કોપર ચોરી અને અપહરણ કેસમાં ટોળકી પકડાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 06 Oct 2026, 09:24 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી પોલીસ સ્ટેશનની ટીમે કંપનીમાંથી કોપર પ્લેટની ચોરી કરતી ટોળકી અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો..

મહેસાણાના-:
કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારની આગેવાની હેઠળની ટીમે મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં કંપનીમાંથી કોપર (તાંબા)ની પ્લેટોની ચોરી કરતી ટોળકી અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો.પોલીસે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ કનુભાઇ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે શેરા ચોકડી નજીક ઉભેલા ચાર ઇસમોની પૂછપરછ કરી અને સંતોષકારક જવાબ ન મળતાં તેમને પો.સ્ટે લાવી ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં પ્રકાશજી દશરથજી ડાયાજી ઠાકોર (રહે. ઇન્દ્રાડ, તા. કડી) વિરૂદ્ધ અગાઉ ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું. વધુમાં, સહ-આરોપી મેહુલ ઉર્ફે રવિ સોમાભાઇ રાવળ (રહે. ઇન્દ્રાડ, તા. કડી) વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું અને તે નાસતો ફરતો હોવાનું જાણવામાં આવ્યું..

આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ એકાદ મહિના અગાઉ શેરા કંપનીમાંથી કોપર પ્લેટોની ચોરી કરી હતી, જે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમો હેઠળ અનડીટેક્ટ ગુનો ગણાય છે. કડી પોલીસે બ્રાહ્મણાવાડા ખાતે ભોગ બનનાર અને આરોપી બંનેને પકડી પાડી અને કલોલ તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી.અટકાયત કરવામાં આવેલા આરોપીઓમાં પ્રકાશજી દશરથજી ડાયાજી ઠાકોર, રાહુલ ખોડાજી જોઇતાજી ઠાકોર, નાગજી કાંતિજી જવાનજી ઠાકોર, રાહુલ રામાજી કાળાજી ઠાકોર, મેહુલ ઉર્ફે રવિ સોમાભાઇ રાવળ, અશોક પ્રકાશચંદ્ર દેવીલાલજી ધાકડ અને રાજુ પ્રકાશચંદ્ર દેવીલાલજી ધાકડનો સમાવેશ થાય છે.પ્રશસનીય કામગીરીમાં કરનાર પોલીસ ટીમ જેમા કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ રબારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. પરમાર,હેડ કોન્સ્ટેબલ રણછોડભાઇ નાગજીભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર કનુભાઇ, રવિકુમાર સઇજીભાઇ અને રાજુભાઇ તેજમલભાઇ રોકાયેલ હતા.
📲Get App