🔥 ट्रेंडिंग कैमूर जिला के चैनपुर पुलिस ने लगभग 78क... తణుకు ఫ్లైఓవర్ పక్కన డ్రైనేజీ పనులపై స... સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વા... കേരള സംഗീത നാടക അക്കാദമിയിൽ പുതിയ ഭാരവ... કડી પોલીસની સફળ કામગીરી: કોપર ચોરી અને... सुअर के फंदे में फंसा 5‑साल का तेंदुआ,...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં મહેસૂલ તંત્રના ૫૦૦ કર્મચારીઓએ ધરણા પર બેઠા, બુધવારથી હડતાળની ચેતવણી
राजनीति

સુરતમાં મહેસૂલ તંત્રના ૫૦૦ કર્મચારીઓએ ધરણા પર બેઠા, બુધવારથી હડતાળની ચેતવણી

✍️ रिपोर्टर: Dineshgiri Goshvami 🗓 06 अक्टू. 2026, 07:52 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પગાર અને બઢતીના મુદ્દે સુરત જિલ્લા મહેસૂલ તંત્રના કર્મચારીઓએ કલેક્ટર કચેરી પટાંગણમાં ધરણા પર બેઠા છે. સરકારની ઉદાસીનતા સામે આંદોલનકારીઓએ બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ કરવાની જાહેરાત કરી છે.

પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ મામલે સરકારની ઉદાસીનતા સામે આજે સુરત જિલ્લા મહેસૂલ તંત્રમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. મહેસૂલ વિભાગના ૫૦૦થી વધુ કર્મચારીઓએ સામૂહિક રજા (માસ CL) પર ઊતરીને કલેક્ટર કચેરીના પટાંગણમાં જમાવડો કર્યો હતો. નાયબ મામલતદાર, રેવન્યૂ તલાટી તેમજ વર્ગ-૩ના ક્લાર્ક સહિતનો સમગ્ર વહીવટી સ્ટાફ એકસાથે રજા પર ઊતરતાં જિલ્લા સેવા સદન અને તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં સોંપો પડી ગયો હતો. આ દરમિયાન જમીન-મિલકતની નોંધણી, વારસાઈ આંબલી અને જંત્રી સંબંધી કામકાજ અર્થે આવેલા હજારો અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બઢતી-બદલીના વિલંબિત આદેશો કરવા, સિનિયોરિટી યાદી જાહેર કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયની અન્ય વિભાગોની કામગીરીની વેઠમાંથી મુક્તિ આપવા જેવી વ્યાજબી માંગણીઓ સામે સરકાર માત્ર કોણીએ ગોળ ચોંટાડી રહી છે. આંદોલનકારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યું હતું.

આંદોલનકારીઓએ રણનીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, પ્રજાના હિતને ધ્યાને રાખી આવતીકાલે મંગળવારે તમામ કર્મચારીઓ રાબેતા મુજબ ફરજ પર હાજર રહેશે. જોકે, આ દરમિયાન પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો ૭મી ઓક્ટોબરને બુધવારથી સમગ્ર રાજ્ય સાથે સુરતનો મહેસૂલી સ્ટાફ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામશે. જેનાથી દિવાળી ટાણે જ સરકારી તંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
📲Get App