🔥 TRENDING TNPSC அறிவித்தது: 6,574 காலி பணியிடங்க... शहर में व्यवस्था को किस तरह से नियंत्र... ભરૂચના નબીપુર અને કરજણ તાલુકામાં મોટા... हजारीबाग में पर्यावरण संरक्षण संदेश के... भौतिकी नोबेल पुरस्कार 2026: फ्रांसिस ह... हजारीबाग के नगवां टोल प्लाज़ा में बड़े...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી એલ.સી.બી.એ કુંકાવાવ નજીક વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી, એક આરોપીની ધરપકડ
Crime

અમરેલી એલ.સી.બી.એ કુંકાવાવ નજીક વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી, એક આરોપીની ધરપકડ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 06 Oct 2026, 09:46 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી એલ.સી.બી. દ્વારા કુંકાવાવ નજીકથી વિદેશી દારૂની 349 બોટલો અને સ્વિફ્ટ કાર સહિત કુલ 4.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે, જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો છે.

અમરેલી: અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુંકાવાવ નજીકથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા તેમાંથી 349 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ કેસમાં કારનો ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે સાથે રહેલા એક આરોપી સાગર અરજનભાઈ સનેચા ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીને પકડવા આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસે સ્થળ પરથી 349 બોટલ દારૂ અને સ્વિફ્ટ કાર મળી કુલ રૂ. 4.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
📲Get App