🔥 TRENDING India vs West Indies First T20 Scoreca... Bhuvneshwar Kumar Returns to India T20... Draw the football match india vs Urugu... सरपंच पद के उम्मीदवार सरवन सिंह ने वरा... Karnataka Beer Sales Jump 41% After Ne... Rajasthan opens 24,752 sanitation jobs...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લાઠી કલાપી સિટી ફીડરમાં વારંવાર વીજ કાપથી વેપારીઓ ત્રાહિમામ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 06 Oct 2026, 11:02 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી શહેરના કલાપી સિટી ફીડરમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા અને લો-વોલ્ટેજની સમસ્યાને કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ તાત્કાલિક લોડ શેરિંગ અને ક્ષમતા વધારવાની માંગ કરી છે.

લાઠી શહેરના કલાપી સિટી ફીડરમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા તેમજ વીજ કાપના કારણે શહેરના મુખ્ય બજાર સહિતના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર વીજળી જતી રહેતા વેપાર ધંધા ઉપર સીધી અસર થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરવા તાત્કાલિક લોડ શેરિંગ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. કેટલાક વિસ્તારોમાં ડિમાન્ડ કરતા વધુ વીજ વપરાશના કારણે વીજ પુરવઠો ડીમ થવાથી વીજ ઉપકરણોને નુકસાન થવાની સાથે લો-વોલ્ટેજની સમસ્યા સર્જાતી હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે.

સમસ્ત લાઠી વેપારી વતી હરેશભાઈ સી. પઢિયાર દ્વારા વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. વધુ વીજભાર ધરાવતા વિસ્તારોમાં સર્વે કરી લોડ શેરિંગ, ક્ષમતા વધારવા અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોમર્શિયલ વીજ પુરવઠો સતત મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ છે.
📲Get App