🔥 ट्रेंडिंग ग्लोबॉइल 2026 समाप्त: वैश्विक व्यापार... लाइटिंग डिजाइनर दिनेश कुमार पोद्दार को... अभिनेता आर माधवन बिज़नेस रियलिटी शो 'ग... WLFI ने ALS वॉक इवेंट की रिपोर्ट की WAFB ने ALS वॉक की रिपोर्ट की, जागरूकत... एनबीके ने चोट के बाद ‘डादा’ की शूटिंग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાની બે દીકરીઓનું શાનદાર પ્રદર્શન ટવિશાને સિલ્વર અને ક્ષીરસાને ગોલ્ડ મેડલ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 06 अक्टू. 2026, 12:30 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🥋 રાજુલાની બે દીકરીઓનું શાનદાર પ્રદર્શન ટવિશાને સિલ્વર અને ક્ષીરસાને ગોલ્ડ મેડલ

બંને દીકરી રાજુલા ની અને જોગાનુજોગ બંને ના પપ્પા નું નામ નીરજભાઈ

9મી ગુજરાત સ્ટેટ ટેકવૉન્ડો ટુર્નામેન્ટ ગર્લ્સ 2026માં રાજુલાની દીકરીઓએ ઝળહળાવ્યું નામ

અમદાવાદ ખાતે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી 9મી ગુજરાત સ્ટેટ ટેકવૉન્ડો ટુર્નામેન્ટ ગર્લ્સ 2026માં રાજુલાની બે પ્રતિભાશાળી દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજુલા તેમજ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધામાં રાયચા પરિવારની ટવિશા નીરજકુમાર રાયચાએ 24 કિલોગ્રામથી નીચેના વજન વર્ગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટવિશા માસ્ટર કપિલ સરના માર્ગદર્શન હેઠળ ટેકવૉન્ડોની તાલીમ લઈ રહી છે.

તે જ રીતે ત્રિવેદી પરિવારની ક્ષીરસા ત્રિવેદી, નીરજભાઈ ત્રિવેદી અને ઈશાબેન ત્રિવેદીની સુપુત્રીએ પણ શાનદાર પ્રદર્શન કરી 22 કિલોગ્રામથી નીચેના વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ક્ષીરસા પણ માસ્ટર કપિલ સરના માર્ગદર્શન હેઠળ ટેકવૉન્ડોની તાલીમ લઈ રહી છે.

આ ટુર્નામેન્ટનું આયોજન ટેકવૉન્ડો ફેડરેશન ઑફ ગુજરાત, ટેકવૉન્ડો એસોસિએશન અમદાવાદ અને ટેકવૉન્ડો યુનિવર્સિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી તથા માસ્ટર અનિલ સરના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું.

બંને દીકરીઓની આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, કોચ તથા રમતપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. ટવિશા રાયચા અને ક્ષીરસા ત્રિવેદીએ પોતાની પ્રતિભાથી રાજુલા અને અમરેલી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.

🥇 ક્ષીરસા ત્રિવેદી ગોલ્ડ મેડલ
🥈 ટવિશા નીરજકુમાર રાયચા સિલ્વર મેડલ
📲Get App