🔥 TRENDING GLOBOIL 2026 Concludes with Trade Dial... Lighting Designer Dinesh Kumar Poddar... Actor R Madhavan to Host Business Real... WLFI Reports on ALS Walk Event WAFB Reports on ALS Walk to Raise Dise... NBK resumes shooting for ‘Dada’ after...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી નિઃશુલ્ક ગરબા ક્લાસિસનો જમાવટ....

✍️ Reporter: Anil Vaghela 🗓 06 Oct 2026, 12:32 AM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી નિઃશુલ્ક ગરબા ક્લાસિસનો જમાવટ....

સાંઈનાથ ગરબા ક્લાસિસમાં 756 બહેનો લઈ રહ્યા છે તાલીમ

સતત ચોથા વર્ષે બહેનો માટે નિઃશુલ્ક તાલીમની વ્યવસ્થા

પત્રકારો ને કરાયા સન્માનિત...

રાજુલા શહેરમાં નવરાત્રિ પર્વને લઈ ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સાંઈનાથ ગરબા ક્લાસિસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો માટે નિઃશુલ્ક ગરબા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી યોજાઈ રહેલા આ ગરબા ક્લાસિસમાં આ વર્ષે 756 જેટલી બહેનો તાલીમનો લાભ લઈ રહી છે.

સાંઈનાથ ગરબા ક્લાસિસ છેલ્લા 14 વર્ષથી રાજુલા શહેરમાં બહેનોને ગરબાની તાલીમ આપી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી ક્લાસિસમાં જોડાનાર બહેનોની સંખ્યા ગમે તેટલી હોય, તમામ બહેનોને નિઃશુલ્ક ગરબા શીખવાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજુલામાં વર્ષોથી ચાલતી આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત આકાશભાઈ ગૌસ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા બહેનોને ગરબા તથા વિવિધ ગરબા સ્ટેપ્સની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે.

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આરોગ્ય તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપવામાં આવતો રહ્યો છે. તે અંતર્ગત રાજુલામાં ગરબા શીખવા ઇચ્છતી બહેનોને નિઃશુલ્ક તાલીમ મળી રહે તે માટે સાંઈનાથ ગરબા ક્લાસિસને સતત સહયોગ આપવામાં આવી રહ્યો છે.

સાંઈનાથ ગરબા ક્લાસિસે સમગ્ર અમરેલી જિલ્લામાં ગરબા તાલીમ ક્ષેત્રે આગવું સ્થાન બનાવ્યું છે. ક્લાસિસમાં તાલીમ મેળવનાર બહેનો વિવિધ ગરબી મંડળોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન રાજુલા સહિત સમગ્ર વિસ્તારમાં તાલીમાર્થી બહેનો દ્વારા ઉત્કૃષ્ટ ગરબા રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આજરોજ સાઈનાથ ગરબા ક્લાસીસમાં તમામ પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તમામ પત્રકારો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને તમામ પત્રકારોને સાઈનાથ ગરબા ક્લાસીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
📲Get App