🔥 TRENDING ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં ડબલ રેમ્પથી વિદેશી દારૂની ૫૬૯ બોટલો સાથે બે યુવકોની ઝડપ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 08:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે શામળાજીથી હિંમતનગર તરફ જતાં મારૂતિ વેગનરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૫૬૯ બોટલો જપ્ત કરી બે રાજસ્થાનના યુવકોને ઝડપી પાડ્યા છે. કુલ કિંમત ૭ લાખ ૮૩ હજાર ૮૪૫ રૂપિયાનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે..

અરવલ્લીમાં-:
ગેરકાયદેસર પ્રોહીબિશન જુગાર અને નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી પર નિયંત્રણ મૂકવા માટે પોલીસ દ્વારા ચાલુ હોય તેવી ઓપરેશનલ કામગીરીમાં એક મોટી સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાઓ મુજબ પોલીસ ઇન્સપેક્ટર મહિપાલસિંહ એચ ઝાલાની અધ્યક્ષતા હેઠળની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) ટીમે ગડાદર પુલના છેડે શામળાજીથી હિંમતનગર તરફ આવતાં વાહનોની તપાસ કરી રહી હતી.આ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સફેદ રંગની મારૂતિ વેગનર (GJ.01.WW.9358) હિંમતનગર તરફ જઈ રહી છે.આ માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરીને કારની વોચ રાખી હતી.જો કે પોલીસના ઇશારા પર કાર રોકવાને બદલે ચાલકે ગાડી ગડાદરથી જીવણપુર તરફ ભગાડી દીધી હતી.પોલીસે ગાડીનો પીછો કરતાં ચાલકે બામણવાડ ગામની સીમામાં રેલવે બિજથી આગળ ગાડી રસ્તાના કિનારે રોકી અને ભાગવાનો પ્રયાસ કર્યો..

જે દરમિયાન પોલીસે કોર્ડન કરીને તેમને પકડી પાડ્યાં.પકડાયેલ કારમાંથી પોલીસે ૧૮ પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ ૫૬૯ બોટલો અને ટીન જપ્ત કરી છે,જેની કિંમત ૨ લાખ ૬૩ હજાર ૮૪૫ રૂપિયા છે. ઉપરાંત, ૨ મોબાઈલ ફોન (કિંમત ૨૦ હજાર રૂપિયા) અને મારૂતિ વેગનર કાર (કિંમત ૫ લાખ રૂપિયા) મળી કુલ ૭ લાખ ૮૩ હજાર ૮૪૫ રૂપિયાનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.આ મામલે ટીટોઈ પોલીસ સ્ટેશનમાં ગણનાપાત્ર કેસ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં શૈલેષકુમાર સન ઓફ શંકરલાલ મીણા (ઉંમર ૨૫ વર્ષ,રહે.નયાગાંવ,તા.નયાંગાવ,જિ.ઉદેપુર,રાજસ્થાન) અને સંજયકુમાર સન ઓફ રમેશચંદ્ર મીણા (ઉંમર ૨૫ વર્ષ,રહે.રોબીયા,તા. ખેરવાડા,જિ.ઉદેપુર,રાજસ્થાન) સામે ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ઓપરેશનમાં પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેક્ટર,વી.ડી.વાઘેલા પોલીસ સબ ઈન્સપેક્ટર,વી.જે.તોમર પોલીસ સબ ઈન્સપેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કલ્પેશસિંહ કરણસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેશસિંહ દિપસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બેચરભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અક્ષેન્દ્રસિંહ જયદીપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વદીપસીંહ મહાવીરસિંહ..
📲Get App