🔥 TRENDING Odisha Marks Birth Anniversary of Mart... ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો, ખ... ಕೆ. ಬೇವಿನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಡಾ. ನಾಲ್ವಡಿ ಶಾಂತಲಿ... મહેસાણામાં પેરોલ જમ્પ થયેલ કાચા કામના... દોસ્તાર પાસેથી ઉધાર લીધી કારમાં દુર્ઘટ... Odisha Tourism Unveils New Website & I...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠામાં ૩૧થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ 'છારા ગેંગ'ના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત..
Crime

બનાસકાંઠામાં ૩૧થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ 'છારા ગેંગ'ના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 06:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના દાંતા, વડગામ અને પાલનપુર વિસ્તારમાં ફોર વ્હીલર વાહનોના કાચ તોડી ચોરી કરનાર અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે આરોપીઓને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે..

બનાસકાંઠાના-:
દાંતા,વડગામ અને પાલનપુર તાલુકા વિસ્તારમાં ફોર વ્હીલર વાહનોના કાચ તોડી તેમાંથી રોકડ રકમ અને કિંમતી મુદ્દામાલની ચોરી કરનાર અમદાવાદની કુખ્યાત 'છારા ગેંગ'ના બે આરોપીઓને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ કરી તેમના સામે પાસા (Gujarat Prevention of Anti-Social Activities) ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે.આ ગેંગના આરોપીઓ અગાઉ ૩૧થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે..

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ તા. ૦૫/૦૫/૨૦૨૬ના રોજ દાંતાના રતનપુર ચાર રસ્તા પાસે ફરી. ફીરોજભાઈ જીવાભાઈ સુણસરાની અલ્ટો કારના કાચ તોડી રૂ. ૧,૮૦,૦૦૦/- ચોરી કર્યા હતા. તેમજ તે જ દિવસે પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામ હાઈવે રોડ પર ફરી. હરીભાઈ હેમરાજભાઈ પટેલની ટાટા પંચ કારના કાચ તોડી રૂ. ૫૦૦૦/- અને અન્ય કિંમતી સામાન ચોરી કર્યો હતો.આ ઉપરાંત, તા. ૦૯/૦૫/૨૦૨૬ના રોજ વડગામના કોદરામ (નવા પાંડવા) ખાતે ફરી.ભગવાનભાઈ ગોદડભાઈ ચૌધરીની સ્કોર્પીયો ગાડીના કાચ તોડી રૂ. ૫,૩૭,૦૦૦/- અને અન્ય સામાન ચોરી કર્યો હતો. તા. ૦૬/૦૫/૨૦૨૬ના રોજ વડગામ સરકારી હોસ્પિટલ સામે ફરી.મોઘજીભાઈ ભીખાભાઈ ધુળીયાની બ્રેઝા કારના કાચ તોડી રૂ. ૫૦,૦૦૦/- અને અન્ય કિંમતી સામાન ચોરી કરવામાં આવ્યો હતો.આ બનાવોમાં સંડોવાયેલા આરોપીઓએ નામદાર કોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થયા હતા..

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આગામી દિવાળીના તહેવારો દરમિયાન આવા અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સખત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે PCC સ્કોડના પ્રકાશભાઈ માવજીભાઈ અને તેમની ટીમ દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૬ના રોજ આરોપીઓને ઝડપી પાડી તેમના સામે પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે.તેમજ બે આરોપી જે પાસા અટકાયતી સતીષ લાલીયા સરપલી ઈન્દ્રેકર(છારા) અને પાસા અટકાયતી નકુલ રાજુભાઈ તમાઈચે(છારા) ની અટકાયત કરી.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,એસ.એમ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,બળવંતસિહ મોતીસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,આશિષકુમાર કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ,અંકિતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ,મયુરસિંહ દશરથસિંહ હેડ કોન્સ્ટેબલ,મુકેશભાઈ શ્રોફ પોલીસ કોન્સ્ટેબલ,દર્શનસિંહ પ્રવિણસિહ હેડ કોન્સ્ટેબલ,પ્રકાશભાઈ માવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ,જશવંતસિંહ કરશનજી ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App