🔥 TRENDING Woman vows to emulate Phoolan Devi aft... Balapur Plastic Warehouse Fire Causes... 76-year-old cobbler killed in payment... Live-in Partner Arrested in Boy's Murd... Court Seeks CCTV Footage After Woman A... Four Killed in Ambulance Crash on Utta...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં પર્યાવરણલક્ષી ત્રિવિધઅભિયાન અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Oct 2026, 09:11 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં પર્યાવરણલક્ષી ત્રિવિધઅભિયાન અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબહેન માંગરોળીયા અને કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ માટે નાગરિકો અને સ્વયંસેવકોનું શ્રમદાન

અમરેલી, તા. ૦૪ ઓક્ટોબર
રાજ્ય સરકાર દ્વારા દર માસના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ અભિયાન’, ‘કેચ ધ રેઈન’ અંતર્ગત જળસંચયની કામગીરી તેમજ વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી સહિતની ત્રિવિધ પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં રાજમહેલ પરિસર ખાતે ઓક્ટોબર માસના પ્રથમ રવિવારે કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજમહેલ પરિસર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરીની આસપાસ સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તથા નાગરિકોએ શ્રમદાન કરી સફાઈ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ના સંકલ્પ સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન આસપાસના વિસ્તારમાં સફાઈ કરવાની સાથે વધેલું ઘાસ પણ દૂર કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ચૂંટણીપંચના ઈ.વી.એમ. વેરહાઉસના પ્રાંગણમાં અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટ સહિતના મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વડના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અમરેલી શહેરમાં સ્વચ્છતા માટે કાર્યરત ‘ક્લિન-અપ અમરેલી’ સંસ્થાના સ્વયંસેવકો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા. અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા સફાઈ કામગીરી બાદ એકત્ર થયેલા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આ ત્રિવિધ પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત જિલ્લામાં દર માસના પ્રથમ રવિવારે સઘન સફાઈ, જળસંચય તથા વૃક્ષારોપણ અને રોપાઓની જાળવણી સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ અલકાબહેન ગોંડલીયા, કોમલબહેન રામાણી, સંગીતાબહેન ચાવડા, નીતિનભાઈ આસર, જિલ્લા આંકડા અધિકારીશ્રી ડી.એ. ગોહિલ, અગ્રણીશ્રી હરેશભાઈ ચાવડા, ‘ક્લિન-અપ અમરેલી’ના સ્વયંસેવકશ્રી અક્ષતાબહેન કાળે, શ્રી ઇબ્રાહીમભાઈ ત્રવાડી, અમરેલી ફાયર બ્રિગેડના કર્મયોગીઓ સહિતના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App