स्थानीय
મહીસાગર જિલ્લામાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ
નમસ્કાર...
ગુજરાતમાં આજથી નવો ભાડા અધિનિયમ ૨૦૨૬ અમલમાં આવ્યો છે, જેના વિરોધમાં રાજ્યભરમાં વકીલ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર, રાજ્યની તમામ કોર્ટ અને ટ્રિબ્યુનલમાં વકીલો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે.
જેના સમર્થનમાં મહીસાગર જિલ્લા બાર એસોસિએશન દ્વારા પણ આજે હડતાલ પાડવામાં આવી હતી.
વકીલ મંડળનો મુખ્ય વાંધો એ છે કે, અગાઉ ભાડાના કેસો કોર્ટ હસ્તક હતા, હવે તે રેવન્યુ વિભાગને સોંપાતા ભ્રષ્ટાચાર વધવાની ભીતિ છે. ઉપરાંત આ કાયદાથી નાગરિકો અને વકીલો બંનેને નુકસાન થશે.
જ્યાં સુધી આ કાયદો પરત નહીં ખેંચાય, ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શનમાં મહીસાગર જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ જે. જે. મકવાણા સહિત મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા