🔥 ट्रेंडिंग युवा शक्ति, नए सपने और नई उड़ान: मुख्य... रेल ग्रुप D में नई रिक्तियों की घोषणा छः महीने चलने वाले मेले में सड़क निर्म... ભવનગરમાં રોડ અકસ્માતમાં 6 લોકોનું મૃત્... বাঁটুল প্রগতি সংঘের পূজার ভাবনা 👍 দুল... ਮੇਅਰ ਪਦਮਜੀਤ ਸਿੰਘ ਮਹਿਤਾ ਨੇ ਬਠਿੰਡਾ ਅਰਬਨ...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતના ડિંડોલી તળાવ પર છઠ પૂજા માટે જગ્યા બુકિંગમાં બિહાર સમાજની ચિંતા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 अक्टू. 2026, 02:26 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં છઠ પૂજા દરમિયાન ડિંડોલી તળાવ પર શ્રદ્ધાળુઓએ એક મહિના પહેલા જ જગ્યા બુક કરી લીધી, જેના કારણે બિહાર સમાજના આગેવાનોએ રિઝર્વેશન પ્રથા પર સ્પષ્ટતા કરી.

છઠ પૂજા સુરત શહેરમાં વસતા લાખો ઉત્તર ભારતીયો માટે સૌથી મોટો તહેવાર છે, અને દર વર્ષે તેમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લામાં અંદાજે 4 થી 5 લાખ લોકો છઠ પૂજામાં જોડાશે તેવી શક્યતા છે, અને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો (થડ) અને નહેર-નદી કાંઠે વ્યવસ્થા કરવામાં આવે છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી ડિંડોલી ખાતે છઠ પૂજા તળાવ પર શ્રદ્ધાળુઓએ એક મહિના પહેલાથી જ પોતાની જગ્યા રોકવાનું શરૂ કરી દીધું છે. લોકોએ તળાવની પાળ પર પોતાના નામ અને મોબાઈલ નંબર લખીને અત્યારથી જ જગ્યા બુક કરી લીધી છે.

ડિંડોલીમાં જગ્યા રોકવા મુદ્દે બિહાર સમાજની સ્પષ્ટતા ડિંડોલીમાં ઘાટ પર નામ અને નંબર લખીને જગ્યા રિઝર્વ કરવાની પ્રથા સામે આવતા બિહાર સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરી છે. બિહાર સમાજના લોકોએ અપીલ કરી છે કે, આ પ્રકારનું કોઈ ‘રિઝર્વેશન’ સંસ્થા તરફથી કરવામાં આવતું નથી. આ વ્યવસ્થા માત્ર સ્થાનિક લોકોએ પોતાની અનુકૂળતા માટે જાતે જ ઊભી કરી છે.

સંસ્થા દ્વારા તમામને એક જ દિવસે એકત્ર થવા જણાવાયું છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, છઠ પૂજા માટે આવતા તમામ લોકોનો સમાવેશ થઈ જાય છે, કોઈએ આ રીતે જગ્યા રોકી રાખવાની જરૂર હોતી નથી.
📲Get App