🔥 ट्रेंडिंग चेनई में भारतीय बैंक प्रबंधक की मृत्यु... बाराबंकी के सतरिख नाका में खड़ी फोर्ड... शिवरिया में सड़क सुरक्षा: प्रमुख स्थान... मंडला में कार्यक्रम के पश्चात माननीय म... कानपुर में 23 वर्षीय महिला कांस्टेबल क... नल मेंटेनेंस के नाम पर खर्च, गांव में...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વિરમગામ ટાઉન પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન પર કરોડો રૂપિયાની સોનાની લૂંટનો ભેદ ઉકેલ્યો

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 05 अक्टू. 2026, 10:20 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ ટાઉન પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. એ નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલી, આરોપીઓને ઝડપી પાડી અને 4 કરોડનું મૂલ્યવાન માલ પુનઃપ્રાપ્ત કર્યો.

નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી કરોડો રૂપિયાની સોનાની લૂંટનો ભેદ ઉકેલી, આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

લૂંટ બાદ આરોપીઓ બે અલગ ગાડીઓમાં વિરમગામ તરફથી પસાર થઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શ્રી પંચમુખી હનુમાન પોપટ ચોકડી પાસેથી એક ગાડી તથા નીલકી ગામ પાસે બીજી ગાડી ઝડપી પાડી, બંને ગાડીઓમાંથી મળી કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ દરમિયાન આરોપીઓ પૈકી એકે ગાડી લઈને નાસી છૂટવાનો પ્રયાસ કરતાં PI શ્રી S.A. ગઢવી સાહેબે ચાલુ ગાડીમાં જોખમ ખેડી આરોપીની ગાડીનું સ્ટિયરિંગ કાબૂમાં લઈ તેને ઝડપી પાડ્યો હતો.

આ દિલધડક ઓપરેશનમાં પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4 કરોડનો મુદ્દામાલ તથા લૂંટમાં વપરાયેલ 2 વાહનો કબજે કર્યા છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App