🔥 ट्रेंडिंग ओडिशा ने शहीद बाजी रूट के जन्मदिन पर क... ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો, ખ... ಕೆ. ಬೇವಿನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಡಾ. ನಾಲ್ವಡಿ ಶಾಂತಲಿ... મહેસાણામાં પેરોલ જમ્પ થયેલ કાચા કામના... દોસ્તાર પાસેથી ઉધાર લીધી કારમાં દુર્ઘટ... ओडिशा पर्यटन बोर्ड ने 7वें OTB 2026 मे...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વ.ગગુભાઈ ગાંડાભાઈ ભરવાડની પૂર્ણતિથિ નિમિત્તે બટુક ભોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 05 अक्टू. 2026, 06:52 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વ.ગગુભાઈ ગાંડાભાઈ ભરવાડની પૂર્ણતિથિ નિમિત્તે તેમની પવિત્ર સ્મૃતિને વંદન સાથે પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ તથા કન્યા શાળા નંબર એક વિરમગામ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્રેમપૂર્વક બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકોને મોહનથાળ,પૂરી-શાક,દાળ-ભાત સહિતનું સ્વાદિષ્ટ ભોજન પ્રેમ અને લાગણીપૂર્વક પીરસવામાં આવ્યું હતું.નાનુભાઈ ગાંડાભાઈ ભરવાડ તથા સહપરિવાર બંને શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને પોતાના હાથે પ્રેમપૂર્વક ભોજન પીરસી,બાળકો સાથે આત્મીયતા અને સ્નેહનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સ્વ.ગગુભાઈ ગાંડાભાઈ ભરવાડની સ્મૃતિમાં યોજાયેલા આ સેવાભાવી પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા રામધૂન તથા મૌન પ્રાર્થના કરી દિવંગત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પે સેન્ટર કુમાર શાળા નંબર એકના આચાર્ય દીપકભાઈ પરમાર,સમગ્ર શાળા સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા નાનુભાઈ ગાંડાભાઈ ભરવાડ અને તેમના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સ્વ.ગગુભાઈની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડીને બાળકોને ભોજન કરાવવાનો આ પ્રસંગ માનવતા,સંસ્કાર અને સમાજસેવાની સુંદર પ્રેરણા પૂરી પાડે છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App