🔥 TRENDING Actor Vijay condemns MK Stalin’s comme... PIL urges Madras High Court to scrap P... સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળ... Tamil Nadu Byelection: Polls Scheduled... बारिश के मौसम ने किसानों की फसलें बर्ब... வேலூரில் வவ்வால் ஊர்வலம்: குடியாத்தம்...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન અને બેટરી ચોરાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Oct 2026, 11:36 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયાના ખાખરીયા ગામની સીમમાં આવેલી વાડીમાંથી ઝટકા મશીન અને બેટરી મળી કુલ રૂ. 10,059ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે.

વડિયાના ખાખરીયા ગામની સીમમાંથી ઝટકા મશીન તથા બેટરીની ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે ગોંડલના દેવળા ગામે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ વાઘેલા (ઉં.વ. 49) દ્વારા અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદભાઈ વાઘેલાએ વાવવા રાખેલી ખાખરીયા ગામની સીમમાં આવેલી તેમની વાડીમાંથી અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. ચોર ઈસમ ઝટકા મશીન અને બેટરી મળી કુલ રૂ. 10,059ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુ તપાસ વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. કલસરીયા ચલાવી રહ્યા છે.
📲Get App