🔥 TRENDING Raichandani Focuses on Red-Ball Plans,... West Indies Grapple with Injury Concer... Arijit Singh to Hit 9 Indian Cities on... Rakul Preet Singh Denies Connection to... Alia Bhatt, Sanjay Leela Bhansali Disc... Golden Screen Awards Return with Star-...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર: સિવિલ હોસ્પિટલ નજીકથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, શ્વાનોએ નોતર્યો મૃતદેહ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 03:12 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીકથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. અજાણી માતા દ્વારા બાળકીને તરછોડી દેવામાં આવી હોવાની આશંકા છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીકથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અજાણી માતા દ્વારા બાળકીને તરછોડી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ પાસે એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.દુર્ભાગ્યવશ બાળકીના મૃતદેહને શ્વાનો દ્વારા નોતરી નાખવામાં આવ્યો હતો,જેના કારણે શરીરના કેટલાક અંગો પણ છૂટા પડી ગયા હતા.આ દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું..

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ એ ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કે કયા સંજોગોમાં અને કોણે આ નિર્દોષ બાળકીને તરછોડી હતી.
📲Get App