🔥 TRENDING ખાખરાળી સીમમાં 7 કૂવા પર રેડ: 17 લાખનો... Ekta Kapoor’s 2000s Serials Redefined... Soori’s ‘Mandaadi’ Nets ₹2.97 Cr on Da... Haryana to Ban Fuel for Vehicles Lacki... 28-Year-Old Haryana Techie Dies After... PM Modi Meets Haryana BJP MLAs, Urges...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શેરિયાજ પ્રાથમિક શાળામાં આરેણા પે સેન્ટરના ચાર શિક્ષકોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 04 Oct 2026, 09:32 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શેરિયાજ ખાતે આરેણા પે સેન્ટર હસ્તકની પેટા શાળાના ચાર શિક્ષકોના સેવા નિવૃત્તિ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શેરિયાજ, તા. 03/10/2026: આજરોજ શનિવારના રોજ સવારે 11:00 કલાકે શેરિયાજ પ્રાથમિક શાળાના વિશાળ પટાંગણમાં આરેણા પે સેન્ટર હસ્તકની પેટા શાળાના ચાર શિક્ષકો શ્રી ગોવિંદભાઈ ચાવડા, શ્રી રમેશભાઈ ગરેજા, શ્રી પેથાભાઈ છેલાણા અને શ્રીમતી લીલીબેન કરમટાનો સેવા નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્તુતિ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં પેટા શાળાના તમામ શિક્ષકો તરફથી નિવૃત્ત થનાર ચારેય શિક્ષકોને મોમેન્ટો, પ્રમાણપત્રો અને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક શિક્ષકો અને શુભેચ્છકોએ પણ વ્યક્તિગત રીતે ભેટ આપી વિદાયમાન કર્યું હતું. નિવૃત્ત થનાર શિક્ષકોએ શાળાને કોમ્પ્યુટરની ભેટ પણ અર્પણ કરી હતી.

પે સેન્ટરના આચાર્ય શ્રી મુલતાની સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાઠોડ સાહેબે નિવૃત્ત થનાર શિક્ષકોને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિક સાહેબ અને શ્રી ગઢવી સાહેબે કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રી જાદવ વિજયભાઈ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી દિલીપભાઈ વાળા, ટીપીઈઓ શ્રી રાઠોડ સાહેબ, કે.ઈ. શ્રી તન્ના સાહેબ, સરપંચ શ્રી સરમણભાઈ વાડલીયા, શિવમ ચક્ષુદાન શ્રી નાથાભાઈ નંદાણિયા, શ્રી દાનભાઈ ખાંભલા, શ્રી વિરેન્દ્રભાઈ મકવાણા, શ્રી શૈલેષભાઈ ભાદરકા, શેપા સરપંચ શ્રી દિનેશભાઈ, ત્રણેય સંઘના પ્રતિનિધિઓ, પેટા શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નિવૃત્ત શિક્ષકો તરફથી ઉપસ્થિત સૌને ભોજન સમારંભ આપવામાં આવ્યો હતો.
📲Get App