🔥 ट्रेंडिंग અમદાવાદમાં ફૂટપાથના પેવર બ્લોક માટે નવ... आरपीएफ जवान ने चलती ट्रेन और प्लेटफॉर्... बिहार: बीपीएससी शिक्षिका पर जीजा से को... गर्लफ्रेंड के बर्थडे पर निकला युवक लाप... कोटा पुलिस का ऑपरेशन H.A.W.K. तेज, 15... अंकित यादव ठेकेदार जी सतगुवां 'नीड 24'...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

માલપુર નજીક પોલીસ અને ઈસમો વચ્ચે ફાયરિંગ: અરવલ્લી પોલીસે ગેંગને ઝડપી પાડી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 04 अक्टू. 2026, 05:04 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી પોલીસે માલપુર તાલુકા વિસ્તારમાં ગંભીર ગુનાને અંજામ આપી ફરાર થઈ રહેલી ગેંગને જીવના જોખમે અને ફાયરિંગ વચ્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે..

અરવલ્લીના-:
માલપુર તાલુકા વિસ્તારમાં એક ગંભીર ગુનાને અંજામ આપી,ચોરીના મુદ્દામાલ સાથે ફરાર થઈ રહેલી એક ગેંગને પકડવા માટે અરવલ્લી પોલીસના જવાનો દ્વારા અદમ્ય હિંમત દાખવવામાં આવી.આ દરમિયાન પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું,તેમ છતાં પોલીસ જવાનો પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ પર અડગ રહ્યા હતા..

પોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના પગલે ગુનાખોરીને અંજામ આપી નાસી રહેલી આ ગેંગને ઝડપી પાડવામાં આવી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં અરવલ્લીના SP મનોહરસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.પોતાના જીવની પરવા કર્યા વિના ફરજને પ્રથમ પ્રાથમિકતા આપી, આવા ગંભીર ગુનામાં સંડોવાયેલી ગેંગને ઝડપી પાડનાર અરવલ્લી પોલીસના તમામ જવાનોની બહાદુરી,સાહસ અને કર્તવ્યનિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે.પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતી અરવલ્લી પોલીસની આ કામગીરીને લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.આ શૂરવીર પોલીસ જવાનોને તેમના અથાક પ્રયાસો અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
📲Get App