🔥 TRENDING पन्ना पुलिस का गौरव: टीआई रोहित मिश्रा... ઝઘડિયાના મુલદ ગામે શરદઋતુ નિમિત્તે રક્... भदोही के युवा नेता रितेश पंडित समाचारो... West Indies clinch record ODI win over... हरियाणा के सभी भाजपा विधायकों से लोक क... Salman Khan Opens Up About Initial Hes...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા દ્વારા પોશીના તાલુકાના ખેરોજ ખાતે 'પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર'નું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 04:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીના તાલુકાના ખેરોજ ખાતે ગુજરાત સરકાર દ્વારા 'પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર'નું લોકાર્પણ હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. આ કેન્દ્ર સ્થાનિક ખેડૂતોને શુદ્ધ ઉત્પાદનો માટે બજાર પૂરું પાડશે..

સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના ખેરોજ ખાતે 'પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર'નું લોકાર્પણ હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાના વરદ હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે આ વેચાણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે.ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર એક પદ્ધતિ નથી, પરંતુ તે માટી, પાણી, પર્યાવરણ અને સમાજના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક દ્રઢ સંકલ્પ છે. આ વેચાણ કેન્દ્ર દ્વારા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ પેદાશો ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી ખેડૂત અને ગ્રાહક વચ્ચેનો સીધો સંબંધ વધુ મજબૂત બનશે અને ખેડૂતોની મહેનતને યોગ્ય બજાર તથા ભાવ મળી રહેશે..

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વેચાણ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ સાધી તેમના અનુભવો તેમજ પ્રતિભાવો મેળવ્યા હતા. આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો, ખેડૂતો અને ગ્રામજનોએ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ ડાભી, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, અગ્રણી શ્રી લોકેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મુકેશભાઈ ડાભી, શ્રીમતી સોનલબેન, શ્રી રૂમાલભાઈ ધ્રાંગી, મદદનીશ ખેતી નિયામકશ્રી મુકેશભાઈ ઉપલાણા, તાલુકા સદસ્યશ્રીઓ સર્વશ્રી વિશ્રામભાઈ ગમાર, રમેશભાઈ સોલંકી અને રમેશભાઈ અંગારી તથા પૂર્વ પ્રમુખશ્રી રામાભાઇ સહિતના સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App